લોકસભાની ચૂંટણીમાં પોતાની માતા અને ભાઈનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક સમયથી રાયબરેલી અને અમેઠીમાં પબ્લિક મીટીંગ કરી રહી છે. પ્રિયંકા ગાંધીના રાહુલ ગાંધી અને સોનિયાના ગાંધીના સતત પ્રચાર-પ્રસારના કારણે ઉમા ભારતીએ આજે તેને રાખી સાંવત સાથે સરખાવી દીધી છે. ઉમાએ પ્રિયંકાની સરખામણી બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંત સાથે કરી છે. આજે ઝાંસીમાં વોટ નાખ્યા પછી ઉમાએ પત્રકારો સાથે વાત કરતા પ્રિયંકાની રાખી સાથે સરખામણી કરી હતી. ઉમાએ કહ્યુ હતુ કે જેમ રાખી બોલી બોલીને સમાચારમાં છવાયેલી રહે છે તેવુ જ હાલ પ્રિયંકા ગાંધી પણ કરી રહી છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી ઉમા ભારતી સતત પ્રિયંકા ગાંધી અને તેના પતિ રોબટ વાડ્રા પર પ્રહારો કરી રહી છે. આ પહેલા પણ ઉમાએ કહ્યુ હતુ કે જો બીજેપીની સરકાર બનશે તો જમાઈ રાજાને જેલ મોકલાશે. આ પહેલા પણ ઉમાએ પ્રિયંકાને નિશાન બનાવી હતી. નોંધનીય છે કે આજકાલ પ્રિયંકા રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહી છે.

પ્રિયંકા મોદી અને ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે જ્યારે આજે ઉમા ભારતીએ તેને જ નિશાન બનાવી દીધી હતી. નોંધનીય છે કે રાખી સાવંત પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેનુ નસીબ અજમાવી રહી છે. આ સિવાય ઉમા ભારતીએ કહ્યુ હતુ કે રોબોટ વાર્ડાની ઘરવાળીએ મારા પર આરોપ લગાવ્યો છે કે હુ તેનુ નામ લઈને પ્રસિદ્ધિ મેળવુ છુ અને પરિણામે મે તેના નામનો ઉલ્લેખ કરવાનો પણ બંધ કરી દીધો છે. હવેથી હુ તેને રોબોર્ટ વાડ્રાની પત્ની જ કહુ છુ. પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સામે માંગેલા ખુલાસા વિશે પ્રિયંકાએ કહ્યુ હતુ કે રોબોર્ટ વાડ્રાની પત્ની તેને લાયક જ નથી કે તે નરેન્દ્ર મોદી પર કોઈ ટીપ્પણી કરે કે તેમની જોડે કોઈ ખુલાસો માંગે. હાલ પ્રિયંકા રાખી સાંવતની જેમ બોલતી ફરે છે જેનો કોઈ મતલબ નથી.